કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 2022

આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત યોજના છે જેમાં દેશ નાં ખેડૂતો ને ક્રેડિટ કાર્ડ આપવામાં આવે છે

યોજના માં કિસાનો ને 1,60,000/- રૂપિયા ની લોન આપવામાં આવે છે.આ યોજના માં ખેડૂતો ને ક્રેડિટ કાર્ડ દ્વારા તેઓ તેમના પાક નો વીમો પણ લઈ શકે છે

હાલ પૂરા વિશ્વ માં કોરોના મહામારી નાં પગલે બધા દેશો ની સ્થિતિ ખોરવાઈ ગયેલ છે.જેનાથી આપડા દેશ માં કિસાનો ને આ કાર્ડ દ્વારા સહાય આપવામાં આવશે

આ યોજના અંતર્ગત કિસાનો ને સરકાર તરફ થી 3 લાખ રૂપિયા ની લોન આપવામાં આવે છે. જેમાં કિસાનો ને આ લોન જો 1 લાખ કરતાં વધારે લેવી હોઈ તો તેમને પોતાની જમીન ને ગીરવે મૂકવી પડે છે.એટલે કે કિસાનો ને ટોટલ 3 લાખ રૂપિયા ની લોન મળે છે પણ જો તેઓ 1 લાખ કરતાં વધુ લોન લે છે તો તેઓ ને જમીન ગીરવે મૂકવી ફરજિયાત છે.

લોન માં કિસાનો ને 3 લાખ રૂપિયા લોન પેટે આપવામાં આવે છે. જેનું વ્યાજ 7% નાં વાર્ષિક દરે હોઈ છે પરંતુ જો લાભાર્થી બેંક નાં નિયત સમય મર્યાદામાં માં વ્યાજ ચૂકવે છે તો તેઓ ને ફક્ત 4% જ વ્યાજ ચૂકવવું પડે છે.અને 3% વ્યાજ ની છૂટ મળે છે.

યોજના ની વધુ જાણકારી માટે લેખ વાંચો